જામજોધપુરના વોર્ડ નં. 7માં સસ્તા અનાજના દુકાનદાર ડાયાલાલ ભીમજી ચિત્રોડાના સસ્તા અનાજનો પરવાનો વિવિધ ગેરરીતિ સબબ 90 ધ્વિસ માટે રદ્ કરવામાં આવી છે. ડાયાલાલ ભીમજી ચિત્રોડા દ્વારા પરમીટધારકોને માલ ઓછો આપવો અનિયમિતતા તેમજ વિવિધ પ્રકારની ગેરરીતિ અંગે વોર્ડ નં. 7ના જાગૃત નાગરિકો દ્વારા લેખિત-રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી અને દુકાનદાર દ્વારા પુરવઠાના જથ્થામાં ગેરીતિ આચરાઇ રહી હોવાના વિડીયો વાયરલ થયેલ અને છેક પુરવઠામંત્રી સુધી પણ રજૂઆતો થયેલ થોડા સમય પહેલા જામજોધપુર પોલીસ દ્વારા કડબાલ પંથકમાંથી લાખો રૂપિયાનો ચોખાનો જથ્થો બારોબાર વેચતા પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
આમ, ટૂંકસમયમાં પુરવઠા મંત્રી સુધી રજૂઆત બાદ તંત્રની ઉંઘ હરામ થઇ છે અને કાળાબજારીયામાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે આગામી દિવસોમાં કાળાબજારીયાને ડામવા હજૂ અનેક નવા કડાકા-ભડાકા થશે તેવું ચર્ચાય રહ્યું છે.