ઓમીક્રોન વેરીએન્ટ ના કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યના અમુક જિલ્લાઓમાં પણ આ પ્રકારના વાયરસ ના કેસ નોંધાય ચુક્યા છે જેને લઇને સરકાર પણ આ બાબતે ચિંતિત બની છે. ગુજરાતમાં અત્યાર સુધી જામનગર, સુરત, મહેસાણા જીલ્લાના ગામડામાં ઓમીક્રોનના કેસ નોંધાયા હતા. ત્યારે ગતરાત્રીના રોજ વડોદરાના એક કોરોના પોઝીટીવ દંપતીમાં પણ ઓમીક્રોનના લક્ષણો જોવા મળ્યા છે. આ સાથે જ ગુજરાતમાં અત્યાર સુધી નોંધાયેલા ઓમીક્રોન વેરિયન્ટ સંક્રમિત લોકોની સંખ્યા 7થઇ છે જે પૈકી 4લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે.
ભારતમાં ઓમીક્રોનનું સંક્રમણ દર બે દિવસે બમણું થઇ રહ્યું છે. આજે દેશમાં ઓમીક્રોન સંક્રમિત દર્દીઓનો આંકડો વધીને 115 થયો છે. ગુજરાતના વડોદરામાં ઓમીક્રોનના બે કેસ નોંધાયા છે. વડોદરાના ફતેપુરામાં ઇસ્ટ આફ્રિકાના ઝાન્બિયાથી આવેલા 75 વર્ષીય પુરુષ અને 67 વર્ષીય મહિલા એમ 2 મુસાફરોનો ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે. બંને નોન હાઈ રિસ્ક દેશમાંથી આવ્યા હોવા છતાં ઓમીક્રોન સંક્રમિત થતા ચિંતાનો વિષય છે. અ ઔપ્રંત ન્યુયોર્કથી મુંબઈ આવેલ એક યુવકે ફાઈઝર વેક્સિનના ત્રણ ડોઝ લીધા હોવા છતાં તેનો ઓમીક્રોન રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
ભારતમાં આજે ઓમીક્રોનના કેસ વધીને 129 થયા છે જે પૈકી 7 ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં 48, દિલ્હીમાં 22, રાજસ્થાનમાં 17, તેલંગાણામાં 8, કર્ણાટકમાં 14, કેરલમાં 7, ઉત્તર પ્રદેશમાં 2, આંધ્ર પ્રદેશ- તમિલનાડુ-બંગાલ અને ચંદીગઢ 1-1 દર્દીઓ છે. WHO અનુસાર કોરોનાનું ઓમિક્રૉન વેરિએન્ટ ડેલ્ટા સ્ટ્રેનની સરખામણીમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. અને કમ્યુનીટી સ્પ્રેડ વાળા ક્ષેત્રોમાં ઓમીક્રોન સંક્રમીતની સંખ્યા દોઢ થી ત્રણ દિવસમાં બે ગણી થઇ રહી છે. આજે મુંબઈમાં ઓમીક્રોનના 8 અને કર્નાટકમાં નવા 6 કેસ નોંધાયા છે.
ત્યારે એક્સપર્ટ એવું પણ કહી રહ્યા છે કે 2022ની શરૂઆતમાં જ કોરોનાની ત્રીજી લહેર આવશે. દેશમાં પહેલાની સરખામણીએ કોવિડના દૈનિક કેસમાં ઘટાડો આવ્યો છે. પરંતુ શાળાઓમાં ઓમીક્રોન ઝડપથી ફેલાઈ રહ્યો છે. ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને દ્વારકા જીલ્લાના ખંભાળીયાની શાળાઓમાં વિદ્યાર્થીઓ સંક્રમિત થતા શાળા બંધ કરાવાઈ છે. તો આજે મુંબઈની એક શાળામાં એકી સાથે 16 વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ આવ્યા હતા.