દુનિયાના પહેલા ટેક્સ્ટ મેસેજની હરરાજી થવા જઇ રહી છે.1992માં આ મેસેજ વોડાફોનના એક કર્મચારીએ અન્ય કર્મચારીને સેન્ડ કર્યો હતો. આ મેસેજમાં લખ્યું હતું ક્રિસમસની શુભકામનાઓ. આ મેસેજની હવે વોડાફોન દ્વારા હરરાજી કરવામાં આવશે. જેની અંદાજીત કિંમત 1કરોડ 71લાખ રૂપિયા સુધી પહોચી શકે છે.
વિશ્વનો પ્રથમ એસએમએસ બ્રિટિશ પ્રોગ્રામર નીલ પેપવર્થ દ્વારા 30 વર્ષ પહેલા 3 ડિસેમ્બર 1992ના રોજ મોકલવામાં આવ્યો હતો. હવે મોબાઈલ કંપની વોડાફોને આ SMSની હરાજી કરવાનો નિર્ણય લીધો છે. આ SMSની ડિજિટલ કોપી પેરિસના અગાટ્સ ઓક્સન હાઉસમાં હરાજી કરવામાં આવશે. આ હરાજી 21 ડિસેમ્બર, 2021 સુધી ચાલશે.
FOR SALE: World’s first text message ?, 1992 #NFT
Used once, over 14 characters, festive theme ?
To be auctioned 21/12 with proceeds going to @UNHCRUK ?
— Vodafone UK (@VodafoneUK) December 14, 2021
નીલ પેપવર્થે વર્ષ 2017માં વાત કરતા જણાવ્યું હતું કે જ્યારે 1992માં એસએમએસ મોકલવામાં આવ્યો હતો. ત્યારે તે આટલું લોકપ્રિય થશે તેની કલ્પના પણ નહોતી. પછી પોતાના બાળકોને તેણે જણાવ્યું હતું કે તેઓએ જ દુનિયાનો પહેલો સંદેશ મોકલ્યો હતો.
વોડાફોને તેના નિવેદનમાં કહ્યું છે કે હરરાજીમાંથી જે પણ રકમ મળશે તે યુએનએચસીઆર – યુએન રેફ્યુજી એજન્સીને આપવામાં આવશે. ખાસ વાત એ છે કે 1992માં જ્યારે પહેલો મેસેજ મોકલવામાં આવ્યો હતો. આ પછી, વર્ષ 1995 સુધીમાં, દર મહિને સરેરાશ માત્ર 0.4 ટકા લોકો સંદેશા મોકલતા હતા.