Friday, December 5, 2025
HomeવિડિઓViral Videoબેકાબુ ટ્રક હવામાં ફંગોળાતા 4 લોકોના મોત : ભયાનક દ્રશ્ય CCTV માં...

બેકાબુ ટ્રક હવામાં ફંગોળાતા 4 લોકોના મોત : ભયાનક દ્રશ્ય CCTV માં કેદ

ટ્રક ડ્રાઈવર કારને ઓવરટેક કરવા જતા ડિવાઈડર સાથે અથડાઈ રોન્ગ સાઈડમાં જતા બાઈકને ઠોકર મારી

રાજસ્થાનના દૌસામાં થયેલા માર્ગ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. માત્ર 7 સેકન્ડના આ વીડિયોમાં ચાર લોકોના મોતનું ભયાનક દ્રશ્ય કેદ થયું છે. આ સમગ્ર ઘટના સ્થળની નજીકના એક બિલ્ડિંગની બહાર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. 7 સેકન્ડના આ વીડિયોમાં જોવા મળે છે કે કારને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે એક સ્પીડમાં જઈ રહેલ ટ્રક બેકાબૂ થઈ જાય છે. આ પછી, તે ડિવાઈડર તોડીને રોંગ સાઈડ પર અથડાતા હવામાં ફંગોળાય છે. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે.

- Advertisement -

 

- Advertisement -

રાજસ્થાનના દૌસા શહેર નજીક જીરોતા ગામ પાસે બે દિવસ પહેલાં આ અકસ્માત થયો હતો. જેમાં મિની ટ્રક કારને ઓવરટેક કરવાના પ્રયાસમાં બેકાબૂ  થતા ડિવાઈડર તોડીને રોંગ સાઇડમાં જતા બાઈકને ઠોકર મારી હતી. જેમાં ટ્રકમાં બેઠેલા એક વ્યક્તિ સહીત 4 લોકોના કમકમાટી ભર્યા મોત  નીપજ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular