જામજોધપુર તાલુકાના નાની ભરડકી ગામની સીમમાં આવેલા ખેડૂતની વાડીમાં રાખેલા 1.16 લાખની કિંમતની કોયલ બે ટ્રાન્સફોર્મરમાંથી અજાણ્યા તસ્કરો ટીસીમાંથી છોડાવીને ચોરી કરી લઇ ગયાના બનાવમાં પોલીસે તપાસ આદરી છે.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના ભરડકી ગામની સીમમાં રહેતાં કેસરબેન બોસાની વાડીમાં થતા સડોદરમાં રમેશભાઈ નારિયાનું રૂા.1,16,000 ની કિંમતની ટ્રાન્સફોર્મરમાંથી વાઈડીંગ (કોયલ) અજાણ્યા તસ્કરોએ ત્રાટકીને કોઇ તિક્ષ્ણ હથિયાર વડે ટ્રાન્સફોર્મરમાંથી છોડાવી ચોરી કરી નાશી ગયા હતાં. આ બનાવ અંગે ગોવિંદભાઈ ખરાડીની જાણના આધારે પીએસઆઈ કે.વી. ઝાલા તથા સ્ટાફે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.