ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીના દીકરા પૃથ્વી આકાશ અંબાણીનો બર્થ-ડે હોવાથી અનેક સેલીબ્રીટીઓ તેમજ ક્રિકટરો હાજરી આપવાના છે.
ત્યારે આજે સવારે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને ઝાહિર ખાનનું તેમના પરિવાર સાથે જામનગર એરપોર્ટ પર આગમન થયું છે. અને તેઓ મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વીના પહેલા જન્મદિનની ઉજવણીમાં ભાગ લેશે. આકાશ અંબાણી અને શ્લોકા અંબાણીનો પુત્ર આજે 10 ડીસેમ્બરના રોજ 1 વર્ષનો થયો છે. તેનો બર્થ-ડે જામનગર ખાતે ઉજવવામાં આવશે.