Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરસમર્પણ હોસ્પિટલને રૂા. 25 લાખના ઓક્સિજન પ્લાન્ટનું ડોનેશન

સમર્પણ હોસ્પિટલને રૂા. 25 લાખના ઓક્સિજન પ્લાન્ટનું ડોનેશન

- Advertisement -

જામનગરની સમર્પણ હોસ્પિટલમાં એક કલાકમાં વીસ હજાર લીટર ઓકિસજનનું ઉત્પાદન કરે તેવું ઓકિસજન પ્લાન્ટ કોરોના ડિપાર્ટમેન્ટ, મેડિકલ ડિપાર્ટમેન્ટ, ઈ. એન. ટી., જનરલ સર્જરી વગેરેના જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઘણા સમયથી કાર્યરત છે. જેમાં વધુ એક પ્લાન્ટનો ઉમેરો થવા જઇ રહ્યો છે.

- Advertisement -

સમર્પણ હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી વસ્તાભાઇ કેશવાલાના જણાવ્યાનુસાર યુ.એસ.એ.માં વસવાટ કરતા હાલારી વિશા ઓશવાળ ગ્રુપ દ્વારા સમર્પણ હોસ્પિટલના બે અલગ આઈસીયુ ના કુલ વીસ આઈ. સી. યુ. બેડ માટે એક અત્યંત આધુનિક ઓકિસજન પ્લાન્ટ જેની કિંમત રૂા. 25,00,000 (અંકે રૂા. પચીસ લાખ) થાય છે. તે ડોનેશનમાં આપેલ છે. જે ટૂંક સમયમાં જ ઈનસ્ટોલ થઈને સમર્પણના સેવાકાર્યમાં જોડાઈ જશે. આ અત્યંત આધુનિક મશીન હાલારી વિશા ઓશવાળ ગ્રુપ યુ.એસ.એ.ના સેવાભાવી ડો.નીતીન શાહ અને આપણા જામનગરના સેવાભાવી ડો.અમિત મહેતાની જહેમતથી સમર્પણને મળેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular