દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રૂપામોરા ગામમાં રહેતા શખ્સને પોલીસે આંતરીને તલાસી લેતા દારૂની બોટલ મળી આવતા અટકાયત કરી દારૂ સપ્લાયરના રોજીવાડામાં રેઈડ દરમિયાન વધુ 108 બોટલ દારૂ સાથે કુલ ત્રણ શખસોને ઝડપી લઇ ગુનો નોંધી પૂછપરછ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, ભાણવડ તાલુકાના રોજીવાડા ગામના પાટીયા પાસેથી મારખી દુદા પિપરોતર (ઉ.વ.35) અને જયવંત ઉર્ફે જલો હીરાભાઈ પિપરોતર (ઉ.વ.28) નામના બે શખ્સને જીજે-37-ડી-6289 નંબરના બાઇક પર વિદેશી દારૂની એક બોટલ સાથે નીકળતા જિલ્લા પોલીસવડા સુનિલ જોશીની સૂચનાથી ડીવાયએસપી હીરેન્દ્ર ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એન.એચ. જોશી તથા એએેસઆઈ જયદેવસિંહ જાડેજા, કનુભાઇ મકવાણા, પો. હેકો. કિશોરભાઈ નંદાણિયા, ચીરાગભાઈ જાડેજા, કિશોરસિંહ જાડેજા, વિપુલભાઈ હેરભા તથા પો.કો. વેજાણંદભાઈ બૈરા તથા નારણભાઈ બેલા સહિતના સ્ટાફે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા આ દારૂ તેણે જામ રોજીવાડા ગામની દિલીપ નગાભાઈ નનેરા નામના શખ્સ પાસેથી મેળવ્યાની કેફિયતના આધારે પોલીસે જામ રોજીવાડાના સગર દીલીપ ઊર્ફે ભલો નગાભાઈ નનેરા (ઉ.વ.29) નામના શખ્સના મકાને રેઇડ દરમિયાન તલાસી લેતા રૂા.43,200 ની કિંમતની 108 બોટલ વિદેશી દારૂ ઉપરાંત ત્રણ લાખની કિંમતની જીજે-37-ટી-4337 નંબરની બોલેરો પિક અપ વાહન ઉપરાંત રૂપિયા પાંચ હજારની કિંમતના મોબાઈલ ફોન મળી કુલ રૂા. 3,48,200 ના મુદ્દામાલ સાથે દિલીપ નનેરાને ઝડપી લઈ, આ તમામ ત્રણ શખ્સો સામે પ્રોહી. એક્ટની જુદી-જુદી કલમ મુજબ કાર્યવાહી કરી હતી.