Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર બોધીસત્વ ફાઉન્ડેશન દ્વારા જ્યોતિબાફૂલે કોમ્પ્યુટર ક્લાસનું ઉદ્ઘાટન

જામનગર બોધીસત્વ ફાઉન્ડેશન દ્વારા જ્યોતિબાફૂલે કોમ્પ્યુટર ક્લાસનું ઉદ્ઘાટન

- Advertisement -

છેલ્લા અનેક વર્ષોથી જામનગર શહેર અને જિલ્લાના યુવાનો માટે શૈક્ષણિક પ્રવૃતિઓમાં મદદરૂપ થતા બોધીસત્વ ફાઉન્ડેશન દ્વારા વધુ એક સેવાકીય પ્રવૃતિ શરુ કરવામાં આવી છે. 6 ડિસેમ્બરના રોજ ડો. બાબા સાહેબના પરિનિર્વાણ નિમિતે જ્યોતિબા ફૂલે કોમ્પ્યુટર ક્લાસ શરુ કરવામાં આવ્યા છે. આ તકે મિશન ખાખી 2021 અંતર્ગત પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતી બહેનોની ફિઝિકલ અને થિયેરિકલ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેની પુર્ણાહુતી કાર્યક્રમ પણ યોજાયો હતો.

- Advertisement -

બોધિસત્વ ફાઉન્ડેશન જામનગર દ્વારા કામદાર કલ્યાણ કેન્દ્ર, 49 દિ.પ્લોટ રોડ, જામનગર ખાતે શરુ કરવામાં આવેલા આ જ્યોતિબાફૂલે કોમ્પ્યુટર કલાસમાં ગરીબ પરિવારના યુવક યુવતીઓને રાહત દરે તાલીમ આપવામાં આવશે. આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્ય અતીથી તરીકે જામનગર કોર્પોરેશનના કમિશનર વિજય ખરાડી તથા બહુજન બિઝનેસમેન સંજયભાઈ મકવાણા, શહેરની જાણીતા ડો. ભરતકુમાર, ડો કલ્પેશ મકવાણા એપલ હોસ્પિટલના, આનંદભાઈ રાઠોડ સુરેશભાઈ માતંગ, કિરણભાઈ બગડા, રાજુ યાદવ, વિજય પરમાર, ડો.કિશોર મકવાણા, એ.પી.જોષી તથા ફેકલ્ટી અને ટ્રેનરો ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય બોધીસત્વ ફાઉન્ડેશન દ્વારા 70 દીકરીઓમાં પોલીસની ભરતીના નિ:શુલ્ક ફિઝિકલ અને થિયેરિકલ કલાસનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ દીકરીઓ માટે રહેવા-જમવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular