Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતગુજરાત પોલીસે 294 કરોડનો માસ્ક દંડ વસૂલ્યા

ગુજરાત પોલીસે 294 કરોડનો માસ્ક દંડ વસૂલ્યા

કોરોના કાળના 17 મહિનામાં 41.60 લાખ લોકો દંડાયા, આ રકમમાંથી રાજયમાં 22 ઓક્સિજન પ્લાન્ટ બની જાય

- Advertisement -

કોવિડ-19ની બે ભયાનક લહેર જોયા બાદ પણ, ગુજરાતીઓ સતત માસ્કના નિયમને અવગણી રહ્યા છે, જે માસ્ક વગર રસ્તા પરથી પકડાયેલા લોકો પાસેથી વસૂલવામાં આવેલા દંડના આંકડા પરથી સ્પષ્ટ થાય છે. ગુજરાત પોલીસના આંકડાઓ પ્રમાણે, પોલીસે 24 જૂન, 2020થી 2 ડિસેમ્બર, 2021 દરમિયાન 41.60 લાખ લોકો પાસેથી માસ્ક ન પહેરવા બદલ 294 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. તેનો અર્થ એ છે કે, કોરોનાના સમયગાળામાં નિયમનો ભંગ કરનારાઓએ નિયમિત આશરે 56 લાખ રૂપિયાનો દંડ ચૂકવ્યો હતો. આ રકમ અદ્યતન કોવિડ હોસ્પિટલ બનાવવા અને શહેરમાં ચાર ફલાયઓવર બનાવવા માટે રોકાણ કરવામાં આવેલા નાણાંનો અડધો ભાગ છે.

- Advertisement -

જો 13 કરોડ રૂપિયાના ખર્ચે 2 હજાર લિટર પ્રતિ મિનિટની ક્ષમતા ધરાવતો ઓક્સિજનનો પ્લાન ઉંભો કરવામાં આવે તો આવા ઓછામાં ઓછા 22 પ્લાન્ટ બનાવી શકાય છે. માહિતી અનુસાર, ગુજરાતી પોલીસે 24 જૂન, 2020 અને 23 જૂન, 2021ની વચ્ચે નિયમનો ભંગ કરનારા 36.80 લાખ લોકો પાસેથી 247 કરોડ રૂપિયાની વસૂલાત કરી હતી. જૂનથી નવેમ્બર એમ પાંચ મહિનામાં, રાજય પોલીસે માસ્ક નિયમના ભંગમાં 47 કરોડ રૂપિયાનો દંડ લીધો હતો. ‘એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, રાજયમાં કોવિડ-19ના નવા વેરિયન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થતાં અમે માસ્ક ડ્રાઈવને તીવ્ર બનાવીશું’.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે ‘અમે દોઢ વર્ષમાં માસ્ક નહીં પહેરવા બદલ 41.60 લાખ લોકોને દંડિત કર્યા હતા. તેમણે 294 કરોડ રૂપિયાનો દંડ ભર્યો હતો. તેનો અર્થ એ છે કે, અમે નિયમિત લગભગ 8 હજાર લોકોને દંડ ફટકાર્યો હતો.’ ‘માસ્ક ન પહેરવા બદલ પોલીસને 1 હજારનો દંડ ચૂકવવાના બદલે લોકોએ સમજવું જોઈએ કે, માસ્કનો નિયમ માત્ર તેમની સુરક્ષા માટે જ છે. તેથી, તેઓ આ રકમથી ઓછામાં ઓછા વ્યવસ્થિત માસ્ક ખરીદી શકે છે.’ અન્ય એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, રાજયમાં બે ભયંકર લહેર જોયા બાદ પણ લોકોએ માસ્ક પહેરવાની આદત કેળવી નથી. હેલ્મેટની જેમ લોકો જયારે પોલીસને જુએ છે ત્યારે માસ્ક પહેરે છે અને બાદમાં હટાવી દે છે અથવા નીચે કરી દે છે, તેમ પોલીસ અધિકારીએ કહ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular