જામનગર તાલુકાના મોરકંડા રોડ પર રહેતા વૃદ્ધ ઝિમ્બાબ્વેથી આવ્યા બાદ કોરોના સંક્રમિત થયા હતાં. ત્યારબાદ વૃધ્ધમાં ઓમિક્રોન વાયરસના લક્ષણ છે કે કેમ તે અંગેના પરિક્ષણ માટે રિપોર્ટ પુનેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો અને વૃધ્ધને જી.જી.હોસ્પિટલમાં અલગ વોર્ડમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. જયારે તેમના પરિવારની પાંચ વ્યક્તિ સહિત દસને 14 દિવસ માટે હોમ આઇશોલેશનમાં રાખવામાં આવ્યા છે, અને મહાનગરપાલિકાએ ક્ધટેઇનમેન્ટ ઝોન બનાવી 11 વ્યક્તિના કોવિડ ટેસ્ટ કરાવતા તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. મોરકંડા રોડ પર સાસરુ ધરાવતા 72 વર્ષીય વૃદ્ધ ઝિમ્બાબ્વેથી દુબઈ અને દુબઇથી અમદાવાદ તેમજ અમદાવાદ થી રોડ દ્વારા 28મી તારીખે જામનગર આવી પહોંચ્યા હતા. આ નામની યાદીના આધારે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમે વિદેશથી આવેલા નાગરિકનો કોવિડ ટેસ્ટ કરાવવા માટે તેમના નિવાસસ્થાને પહોંચી કોરોના પરિક્ષણ કરાવતાં રિપોર્ટ પોઝિટિવ રિપોટ આવ્યોે હતો. પરંતુ ઓમીક્રોનના શંકાસ્પદ દર્દીને હોસ્પિટલમાં અલગથી રાખવામાં આવ્યા છે.
દરમ્યાન હોસ્પિટલ સુત્રોમાંથી મળતી વિગત મુજબ વૃધ્ધનો ખાનગી લેબોરેટરીમાં ગાંધીનગર પરીક્ષણ માટેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જયારે આ દર્દીનો પુને લેબોરેટરી ખાતે મોકલેલો ઓમિક્રોનનો રિપોર્ટ હજી પેન્ટીંગ છે. પરંતુ ઓમિક્રોનનો ખાનગી લેબોરેટરીનો રિપોર્ટ પોઝીટીવ આવતાં તંત્ર એકશન સ્થિતિમાં આવી ગયું છે. જો કે, આ ઓમિક્રોનના પોઝીટીવ રિપોર્ટ સંદર્ભે કલેકટર તંત્ર દ્વારા સત્તાવાર જાહેર કરવામાં આવ્યું નથી.