Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરગુજરાત મેડિકલ ટીચર્સ એસો. જામનગર દ્વારા વિરોધ પ્રદર્શન

ગુજરાત મેડિકલ ટીચર્સ એસો. જામનગર દ્વારા વિરોધ પ્રદર્શન

પડતર માંગણીઓ સંદર્ભે સુત્રોચ્ચાર કરી આવેદનપત્ર પાઠવ્યું

- Advertisement -

ગુજરાત મેડિકલ ટીચર્સ એસો.જામનગર દ્વારા આજે તેઓની પડતર માંગણીઓના પ્રશ્ર્ને કલેકટર કચેરી સામે વિરોધ પ્રદર્શન કરી સુત્રોચ્ચાર કર્યા હતાં અને સરકારી તબીબીને આપેલા વચનોની પૂર્તતા કરવા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

- Advertisement -

ગુજરાત મેડિકલ ટીચર્સ એસો. જામનગર દ્વારા આજે તેઓને રાજય સરકાર દ્વારા ઠરાવ કર્યા બાદ આપવામાં આવેલાં વચનોની પુર્તતા કરવા માટે બે મહિના થયા છતાં હજી સુધી તબીબોના હકકોથી વંચિત રાખી અન્યાય કરવામાં આવી રહ્યો છે. રજૂઆત છતાં યોગ્ય નિરાકરણ કરવામાં નહી આવે તો તબીબો દ્વારા અચોકકસ મુદતની હડતાઇ કરવામાં આવશે. આ એસોના પ્રમુખ ડો.દિપક રાવલ અને સેક્રેટરી ડો. શ્ર્વેતા ઉપાધ્યાય, ડો.કિંજલ રામી, ડો.નયન કોલટીયા, ડો.નયના પટેલ, ડો.વિશાલ ચૌહાણ, ડો.વિરલ શાહ, ડો.ભાવેશ કાનાબાર તથા અન્ય તબિબ ટીચરોએ આજે કેન્દ્ર સરકારના 2017ના ઠરાવ મુજબ 2021ના ઠરાવથી પગાર મર્યાદા 2,37,500 કરવામાં આવે અને 17 થી આ તફાવત આપવામાં આવે તેમજ ઠરાવમાં અમલ કરાયેલ જીઆઇડીએ માટે 2021ની ચર્ચા અને સમાધાનના મુદ્દાનું અમલીકરણ તેમજ જીએમઇઆરએસના તબીબી શિક્ષકોને સરકારી ડોકટરોને મળતાં લાભો આપવા સહિતના પડતર મુદ્દાઓ સંદર્ભે આજે કલેકટર કચેરી ખાતે સુત્રોચ્ચાર કરી આવેદનપત્ર પાઠવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular