કોરોનાનો નવો ઓમીક્રોન વેરીયન્ટ વિશ્વભરમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. આજે રોજ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વિશ્વના 29 દેશોમાં ઓમીક્રોનની એન્ટ્રી થઇ ચુકી છે. અત્યાર સુધી 373 કેસ નોંધાયા છે. જે પૈકી 2 કેસ આજે કર્ણાટક માંથી નોંધાયા છે. ત્યારે જામનગરમાં પણ આફ્રિકાથી અવેલા એક દર્દીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા ઓમીક્રોન વેરિયન્ટની ચકાસણી માટે તેના સેમ્પલ પુણે લેબમાં મોકલવામાં આવ્યા છે.
ભારતમાં ઓમીક્રોનના બે કેસ સામે આવ્યા છે. આ બંને દર્દી કર્ણાટકના રહેવાસી છે. આ પૈકીના એકની ઉંમર 46 વર્ષ અને બીજાની ઉંમર 66 વર્ષ છે. હેલ્થ મિનિસ્ટ્રીના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે આ માહિતી આપી છે. નવો વેરિયન્ટ ડેલ્ટાથી 5 ગણો ઝડપથી ફેલાય છે. 24 નવેમ્બરના રોજ સાઉથ આફ્રિકામાં ઓમીક્રોનનો વેરીયન્ટ સામે આવ્યો હતો. બાદમાં 26 નવેમ્બરના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા આ નવો વેરીયન્ટ ચિંતાનો વિષય છે તેમ જણાવવામાં આવ્યું હતું. અને 1 ડીસેમ્બર સુધીમાં 29 દેશોમાં ઓમીક્રોન વેરીયન્ટના 373 કેસ સામે આવ્યા છે.
આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા દર્દીના રીપોર્ટ પર વધુ નજર રાખવામાં આવશે. ત્યારે આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા એક વ્યક્તિનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર દ્વારા ઓમીક્રોનની ચકાસણી અંગેના સેમ્પલ પુણે લેબમાં મોકલવામાં આવ્યા છે. હાલ આ દર્દી આઈસોલેટ છે.