બાઈક કે કાર ખરાબ થાય તો તેને ધક્કો મારીને ખસેડવું પડે તેવી ઘટનાઓ અનેક વખત સામે આવતી હોય છે પરંતુ એક વિચિત્ર ઘટના સામે આવી છે જેમાં મુસાફરોએ પ્લેનને ધક્કો માર્યો. આ ઘટનાનો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વિડીઓમાં જોઈ શકાય છે કે નેપાળની તારા એરલાઈન્સના એક વિમાનને એરપોર્ટના રનવે પર મુસાફરો ભેગા થઈને ધક્કો મારી રહ્યા છે.
#nepal #Viralvideo #plane #news
નેપાળમાં એરપોર્ટના રનવે પર મુસાફરોએ પ્લેનને ધક્કો મારીને આગળ ખસેડ્યુંવિમાનનુ ટાયર ફાટી જતા તે રન વે પર જ ઉભુ રહી જતા તેની પાછળના વિમાનોને ટેક ઓફ કરવામાં મોડુ થઈ રહ્યુ હતુ.
માટે મુસાફરો અને સિક્યુરિટી કર્મચારીઓએ પ્લેનને ધક્કો માર્યો pic.twitter.com/tpwMwHNTsG— Khabar Gujarat (@khabargujarat) December 2, 2021
ખરેખર બન્યું એવું હતું કે રનવે પર વિમાનનું ટાયર ફાટી જતા તે ઉભું રહી ગયું હતું પરિણામે પાછળના વિમાનોને ટેક ઓફ કરવામાં મોડુ થઈ રહ્યુ હતુ. જેના પગલે હાજર મુસાફરો અને સિક્યુરિટી કર્મચારીઓએ રન વે પરથી વિમાનને દુર કરવા માટે ધક્કો માર્યો હતો.