કાલાવડમાં શીતલા કોલોની વિસ્તારમાં જુગાર રમતાં પાંચ શખ્સોને પોલીસે રેઇડ દરમ્યાન રૂા.10,400ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ કાલાવડ ગામમાં આવેલી શીતલા કોલોનીમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની મળેલી બાતમીના આધારે પીએસઆઇ વાય.આર.જોષી તથા સ્ટાફે રેઇડ દરમ્યાન અશોક છગન ઝીઝુંવાડીયા, અશ્ર્વિન અનીલ ઝીઝુંવાડીયા, મનસુખ બાબુ પાટડીયા, આશિષ પરષોતમ ઝીઝુંવાડીયા, ધવલ જેન્તી તંબોલીયા સહિતના પાંચ શખ્સોને રૂા.10,400ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.