Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયજાણો છો કેટલા ભારતીયો વિદેશમાં રહે છે ?

જાણો છો કેટલા ભારતીયો વિદેશમાં રહે છે ?

 5 વર્ષમાં જ 6 લાખ ભારતીયોએ નાગરિકતા છોડી : ભારતીય નાગરિકતા માગવામાં પાકિસ્તાનીઓ મોખરે

- Advertisement -

લોકસભામાં કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે છેલ્લા 5 વર્ષમાં જ 6 લાખથી વધુ લોકોએ ભારતીય નાગરિકતા છોડી છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે CAA અને NRCને લઈ વિસ્તારપૂર્વકની જાણકારી આપી હતી. એ દરમીયાન તેઓએ આ આંકડાઓ રજુ કર્યા હતા.

- Advertisement -

આંકડાઓ પ્રમાણે છેલ્લા 5 વર્ષમાં 6લાખ કરતાં પણ વધુ લોકોએ ભારતીય નાગરિકા છોડી હતી. જે પૈકી 2017ના વર્ષમાં 1,33,049, વર્ષ 2018માં 1,34,561 લોકોએ, 2019માં 1,44,017, 2020માં 85,248 લોકો અને 2021માં સપ્ટેમ્બર મહિના સુધીમાં  1,11,287 ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી છે.

આ ઉપરાંત રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી નિત્યાનંદ રાયેએ પણ જણાવ્યું હતું કે આશરે 1 કરોડ 33 લાખ ભારતીયો વિદેશમાં રહે છે.

- Advertisement -

છેલ્લા 5 વર્ષમાં 87 દેશના કુલ 10,646 લોકોએ ભારતની નાગરિકતા માગી છે. આંકડાઓ મુજબ પાકિસ્તાનીઓ દ્વારા ભારતની નાગરિકતાની સૌથી વધારે માગણી કરવામાં આવી છે. કુલ 7,782 પાકિસ્તાનીઓએ ભારતની નાગરિકતા માટે અપીલ કરી છે.  ત્યાર બાદ બાંગ્લાદેશના 184 લોકોએ ભારતની નાગરિકા મેળવવા અપ્લાય કર્યું છે,ત્યારબાદ ત્રીજા નંબર પર અફઘાનિસ્તાનના 795 લોકો ભારતના નાગરિક બનવા માટે તૈયાર છે. છેલ્લા 10 વર્ષમાં 15,176 બાંગ્લાદેશીઓએ ભારતની નાગરિકતા માગી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular