Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજાંબુડા નજીક ટ્રકે હડફેટે લેતા બાઈકસવાર યુવાનનું ઘટનાસ્થળે મોત

જાંબુડા નજીક ટ્રકે હડફેટે લેતા બાઈકસવાર યુવાનનું ઘટનાસ્થળે મોત

જાંબુડાથી જોડિયા તરફના માર્ગ પર મંગળવારે બપોરના અકસ્માત: ટ્રકના પાછલા ટાયરમાં ચગદાઈ જતાં યુવાનનું પ્રાણપંખેરું ઉડી ગયું : અન્ય યુવાનને ઈજા

- Advertisement -

જામનગર શહેરના નાઘેડી ખાણ વિસ્તારમાં રહેતો યુવાન તેના બાઈક પર જાંબુડા થી જોડિયા તરફ જતો હતો. તે દરમિયાન મંગળવારે બપોરના સમયે વોટરપાર્ક નજીક સામેથી પૂરઝડપે બેફીકરાઈથી આવતા ટ્રકે હડફેટે લેતા બાઈક સવાર યુવાનનું પાછલા વ્હીલમાં ચગદાઈ જવાથી મોત નિપજ્યું હતું. ત્યારે પાછળ બેસેલા યુવાનને ઈજા પહોંચી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના નાઘેડી ખાણ વિસ્તારમાં રહેતો જયેશ મનસુખભાઈ પરમાર (ઉ.વ.28) નામનો યુવાન મંગળવારે બપોરના સમયે તેના જીજે-10-બીએલ-6638 નંબરના બાઈક પર નસીમભાઈ જખરા સાથે જાંબુડાથી જોડિયા તરફ જવાના માર્ગ પરથી પસાર થતો હતો તે દરમિયાન વોટરપાર્ક નજીક પહોંચ્યો ત્યારે સામેથી પૂરઝડપે બેફીકરાઈથી આવતા જીજે-10-ટીએકસ-9259 નંબરના ટ્રકચાલકે બાઈકને હડફેટ લેતા બાઈક સવાર જયેશ ટ્રકના પાછળના ટાયર નીચે ચગદાઈ જતાં ઘટનાસ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે પાછળ બેસેલા નસીમભાઈને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

અકસ્માતની જાણ થતા પી એસ આઈ જે.કે. રાઠોડ તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના ભાઈ કલ્પેશના નિવેદનના આધારે ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular