કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કૃષિ કાયદા પરત લેવાનું બિલ લોકસભામાં રજૂ કર્યું હતું. વિપક્ષના હોબાળા વચ્ચે જ લોકસભામાં કૃષિ કાયદા પરત લેવાનું બિલ પાસ કરાયું હતું. ત્યારબાદ લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
આ દરમિયાન સંયુક્ત કિસાન મોરચાના નેતા રાકેશ ટિકેતે કહ્યું હતું કે, કૃષિ કાયદા પરત લેવામાં આવ્યા છે પરંતુ હજી ખજઙ અને ખેડૂતોના અન્ય મુદ્દાઓ પર વાતચીત થવી જોઈએ. અમે 4 ડિસેમ્બરના રોજ એક બેઠક કરીશું અને તે બેઠકમાં આંદોલનની દિશા નક્કી કરવામાં આવશે. ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ જ રહેશે.
સંસદનું શિયાળુ સત્રની કાર્યવાહી શરૂ થતાં પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકીય પાર્ટીઓને શાંતિ અને મર્યાદા જાળવી રાખવા માટે અપીલ કરી છે. ઙખએ કહ્યું હતું કે સંસદમાં સવાલ પણ હોય, પરંતુ શાંતિ પણ જળવાઈ રહે. આપણે ગૃહમાં કેટલા કલાક કામ કર્યું એના આધારે આપણી ઓળખ થવી જોઈએ, નહીં કે ગૃહમાં કોણે, કેટલું જોર લગાવીને સંસદની કાર્યવાહીને અટકાવી.
આ તરફ કૃષિ કાયદાને પરત લેવાની માગ બાબતે કોંગ્રેસે સંસદ પરિસરમાં ધરણાં કર્યા હતા, જેમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ સહિત પાર્ટીના નેતાઓએ હાજરી આપી હતી.