નવેમ્બર મહિનાનો છેલ્લો રવિવાર દર વર્ષે એસીસી ડે તરીકે ઉજવવામાં આવે છે. નેશનલ હાઇસ્કૂલમાં એનસીસી ડે નિમિતે રકતદાન સહિતનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જામનગર એનસીસી ગ્રુપ હેડકવાર્ટરનાં ગ્રુપ કમાંડર કર્નલ કે એસ માથુર દ્વારા ફલેગ હોઇસ્ટીંગ સેરેમની કરવામાં આવી હતી. બાદમાં, એનસીસી યોગદાન અંતર્ગત કાર્યક્રમની શરૂઆત થઇ હતી. અતિથિ વિશેષ રેડક્રોસ સોસાયટીનાં ચેરમેન બિપીનભાઇ ઝવેરી તથા એનસીસીનાં વરિષ્ઠ અધિકારીઓ દ્વારા ડીબેટ કોમ્પીટીશન તથા ચિત્ર સ્પર્ધાનાં વિજેતા કેડેટસનો ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અતિથિ વિશેષ તથા ગ્રુપ કમાંડર કર્નલ કે એસ માથુરે એનસીસી કેડેટસની વિવિધ સમાજ ઉપયોગી પ્રવૃતિઓને બિરદાવી હતી. તેમજ એનસીસી દ્વારા કેડેટસમાં નેતૃત્વ, સેવા, એકતા અને ભાઇચારાનાં ગુણોનો વિકાસ થાય છે તે બાબતોને મજબૂત રાષ્ટ્ર નિર્માણનો પાયો ગણાતી એનસીસી કેડેટસને પ્રોત્સાહિત કર્યા હતાં.
એનસીસી ગીત અને રાષ્ટ્રગાનની મધુર સુરાવલી સહિત કાર્યક્રમમાં એનસીસી કેડેટસ દ્વારા રકતદાન કરવામાં આવ્યું હતું. આર્મી તથા નેવીનાં 74 જેટલા કેડેટસ દ્વારા રકતદાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે 27 ગુજરાત એનસીસી બટાલિયનનાં કમાંડીંગ ઓફિસર કર્નલ મનોજ કુમાર બક્ષી, 8 ગુજરાત એનસીસી નેવલ યુનિટનાં કમાંડીંગ ઓફિસર લેફટનન્ટ કમાંડર ઇશાન ચતુર્વેદી સહિત પીઆઇ સ્ટાફ તથા શાળા-કોલેજમાં એએનઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. રેસકોસ સોસાયટી તથા જી.જી.હોસ્પિટલની ટીમનાં સંયુકત પ્રયત્નોથી રકતદાન કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.