જામનગર શહેરના ત્રણ માળિયા આવાસમાં રહેતાં યુવાને આર્થિક સંકળામણથી કંટાળીને તેના ઘરે સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ત્રણ માળિયા આવાસ બ્લોક નં.12 અને રૂમ નં.22 માં રહેતાં અને મજૂરી કામ કરતા કિશોર કન્નાડ ચંદ્રશી (ઉ.વ.39) નામના યુવાનનો વ્યવસાય સરખો ચાલતો ન હોવાથી આર્થિક ભીંસ અનુભવતો હતો અને તેના કારણે જિંદગીથી કંટાળીને રવિવારે બપોરના સમયે તેના ઘરે રૂમની બારીમાં લોખંડની ગ્રિલમાં સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બેશુધ્ધ હાલતમાં યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પત્ની શાંતાબેન દ્વારા જાણ કરાતા હેકો ડી.પી.ગુસાઈ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.