Sunday, December 22, 2024
Homeવિડિઓટાટા કેમિકલ્સ દ્વારા ઓખામાં હેલ્થ સેન્ટરનું રિનોવેશન

ટાટા કેમિકલ્સ દ્વારા ઓખામાં હેલ્થ સેન્ટરનું રિનોવેશન

ગંભીર દર્દીઓને સેન્ટર સુધી પહોંચાડવા એમ્બ્યુલન્સનું દાન

- Advertisement -

ટાટા કેમિકલ્સ કોવિડ-19 ના મુશ્કેલ સમયગાળા દરમિયાન હેલ્થ માળખાગત સુવિધા વિકસાવવામાં પ્રદાન કરવામાં અને સમુદાયની સેવા કરવામાં મોખરે છે. પોતાના પ્રયાસોને જાળવી રાખીને ટાટા કેમિકલ્સ એની સીએસઆર સંસ્થા ટાટા કેમિકલ્સ સોસાયટી ફોર રૂરલ ડેવલપમેન્ટ (ટીસીએસઆરડી) એ ઓખા અર્બન હેલ્થ સેન્ટરનું રિનોવેશન કર્યુ હતું અને અદ્યતન સુવિધાઓ સાથે એને સજ્જ કરી હતી. સંસ્થાએ એમ્બ્યુલન્સનું પણ દાન કર્યુ હતું. જે નગરમાંથી શહેરમાં કટોકટીના કેસમાં ગંભીર બીમારી ધરાવતા દર્દીઓને લાવવામાં મદદરૂપ થશે.

- Advertisement -

આ સુવિધા ઓખામાં અને એની આસપાસના સ્થાનિક સમુદાયના આશરે 25 હજારથી 30 હજાર સભ્યોને સેવા આપશે.

- Advertisement -

નવેસરથી સજજ અદ્યતન ઓખા અર્બન હેલ્થ સેન્ટરનું ઉદઘાટન અને એમ્બ્યુલન્સનું દાન મુખ્ય અતિથી પબુભા માણેક દેવભૂમિ દ્વારકાના ડીડીઓ ડે.જે. જાડેજા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજ સુથરિયા, આરસીએચઓ ડો. ચિરાગ અને ટાટા કેમિકલ્સ મીઠાપુરના પ્રોજેકટસ અને ટેકનિકલ સેવાઓ હેડ અશોક દાણીની હાજરીમાં કર્યુ હતું.
કંપનીએ લેબર રૂમનું રિનોવેશન પણ કર્યુ છે. જેનો ઉદેશ માતૃત્વ અને નવજાત મૃત્યદર ઘટાડવા ઉચિત સાફસફાઈ જાળવવા ગર્ભવતિ મહિલાઓને મદદ કરવાનો છે. લેબર રૂમ માટે અલગથી એક શૌચાલયનું નિર્માણ પણ કર્યુ છે. આ રીતે સુવિધાનું રિનોવેશન કરીને ટાટા કેમિકલ્સે આ વિસ્તારમાં હેલ્થકેર માળખા સુધારવા એક પગલું લીધું છે.
આ પ્રસંગે સ્થાનિકો અને કર્મચારીઓને સંબોધન કરતાં માણેકે કહ્યું હતું કે, ટાટા કેમિકલ્સે એની પહેલો સાથે સ્થાનિક સમુદાયોની સુખાકારી માટે કામ કરવાનું જાળવી રાખ્યું છે. તથા ઓખામંડળ વિસ્તારમાં સ્થાનિક તબીબી સારવાર અને સુવિધાઓ માટે એનો સપોર્ટ આપવામાં મોખરે રહી છે. અમે સમુદાયના કલ્યાણ માટે એના પ્રદાનની પ્રશંસા કરીએ છીએ.

ટાટા કેમિકલ્સના ઉત્પાદનના વાઈસ પ્રેસિડેન્ટ એન. કામથે કહ્યું હતું કે, ટાટા કેમિકલ્સમાં અમે સમુદાયની સુખાકારી અને ઉત્થાનને પ્રાથમિકતા આપીએ છીએ. આ સેન્ટરનું રિનોવેશન કરવા પાછળ અમારો ઉદેશ ઓખા વિસ્તારમાં અને એની આસપાસના લોકો માટે પ્રમાણભૂત હેલ્થકેર સુવિધાઓને સંસ્થાગત સ્વરૂપ આપવાનો હતો. અમને આ પહેલમાં સાથસહકાર આપવા અને અમારા વિશ્ર્વાસ મૂકવા બદલ સરકારના આભારી છીએ.
હેલ્થ સેન્ટર વ્યકિતગત ઓકિસજન જોડાણ, એક રસીકરણ રૂમ, ડે્રસિંગ રૂમ, લાઈટ અને પાણીના પૂરવઠા સહિત સ્ટોર રૂમ સાથે 10 બેડ ધરાવે છે. આ સુવિધાનું સંપૂર્ણપણે રિનોવેશન થયું છે તથા કટોકટી અને કોવિડની સારવારના કેસમાં ગંભીર દર્દીઓને સારવાર આપવા ઓકિસજન સાથે સજજ પણ છે. એમાં મુખ્યત્વે એ સુનિશ્ર્ચિત કરવા ધ્યાન કેન્દ્રીત કર્યુ છે કે, સમુદાયને ઉચિત સાફસફાઈ સાથે આરોગ્યલક્ષી સુવિધા મળી રહે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular