Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરહરતા-ફરતા અન્નક્ષેત્રનું ઉદ્ઘાટન

હરતા-ફરતા અન્નક્ષેત્રનું ઉદ્ઘાટન

પંચાયતનગર એજ્યુકેશન એન્ડ સોશિયલ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ દ્વારા પ્રારંભ કરાયો

- Advertisement -

પંચાયતનગર એજ્યુકેશન એન્ડ સોશિયલ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ સંચાલિત વિનામૂલ્યે હરતુ-ફરતુ અન્નક્ષેત્રનો શાંડિલ્ય વિદ્યાલય કર્મચારીનગર, લાલપુર બાયપાસ પાસે જામનગર ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

જામનગર જિલ્લા પંચાયત કર્મચારી નગર નિર્માણ કો.ઓપ. હાઉસિંગ સોસાયટી, મહાલક્ષ્મી કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી, જામનગર, આશાપુરા મિત્ર મંડળ, મચ્છરનગર, જામનગર તથા સ્વ. જાલમસિંહ મેપજીબાપુ પરમાર પરિવાર મુળ મુંઝપર (પરમાર)ના સહયોગથી પંચાયતનગર એજ્યુકેશન એન્ડ સોશિયલ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ સંચાલિત વિનામૂલ્યે હરતા-ફરતા અન્નક્ષેત્રનો પ્રારંભ થયો હતો. આ અન્નક્ષેત્ર 365 દિવસ દરેડ, દડિયા, મોખાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ફરશે. આ અન્નક્ષેત્રનું ઉદ્ઘાટન મુળુભાઇ બેરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), જીતુભાઇ લાલ સહિતના અગ્રણીઓ તથા કારોબારીઓ અને સ્ટાફની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular