Sunday, December 22, 2024
HomeવિડિઓViral Videoઘરની પાઇપમાંથી પાણીની જગ્યાએ ચલણી નોટોના ઢગલા થયા : જુઓ VIDEO

ઘરની પાઇપમાંથી પાણીની જગ્યાએ ચલણી નોટોના ઢગલા થયા : જુઓ VIDEO

એક એન્જીનીયરના ઘરે ACBએ દરોડો પાડી છુપાવેલા લાખો રૂપિયા શોધી કાઢ્યા 

- Advertisement -

કર્ણાટકએન્ટી કરપ્શન બ્યુરો (ACB) નો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થયો છે. એસીબીએ કલબુર્ગીમાં PWDના જુનિયર એન્જિનિયરના ઘરે દરોડો પાડ્યો અને 54 લાખ રૂપિયાની રોકડ રિકવર કરી. એન્જિનિયરે તેમાંથી 13 લાખ રૂપિયા તેના ઘરની ડ્રેનેજ પાઇપમાં છુપાવી દીધા હતા. જ્યારે એસીબીની ટીમે પાઇપમાં લોખંડનો લાંબો સળીયો નાખ્યો તો પૈસાના બંડલો નીકળવા લાગ્યા. અને ડોલમાં પૈસા ભર્યા.

- Advertisement -

 

- Advertisement -

એસીબીએ ગઈકાલે કલબુર્ગીમાં રહેતા શાંતાગૌડાના ઘરે દવાજો ખખડાવતા તેણે દરવાજો ખોલવામાં 10મિનીટ લગાડી અને એસીબીને શક ગયો એ જુનીયર ઈજનેરે ક્યાક પૈસા છુપાવ્યા છે. બાદમાં એસીબીએ પ્લબ્મરને બોલાવ્યો અને પીવીસીનો પાઈપ કાપતા તેમાંથી ૧૩લાખ રૂપિયાની ચલણી નોટો નીકળી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular