જામનગર-લાલપુર રોડ પર ગત તારીખ 19ના રોજ એક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત પછીઅજાણ્યો વાહનચાલક નાસી છૂટયો હતો અને અકસ્માતમાં ઘવાયેલાં બે ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જે પૈકી એક ઇજાગ્રસ્તનું મોત નિપજયું છે.
જામનગર નજીકના ચંગા ગામના પાટીયા પાસે એક અજાણ્યા વાહનની ઠોકરે 32 વર્ષના વેજાણંદ ખીમાભાઇ ભાટીયા(રહે.દલતુંગી) અને ચંગા ગામના નગાભાઇ ભીમાભાઇ કરંગીયાને ઇજાઓ પહોંચી હતી. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન ચંગાના નગાભાઇ કરંગીયાનું મૃત્યુ નિપજયાનું જાહેર થયું છે. આ અકસ્માત કોઇ ફોરવ્હીલરે પાછળથી ઠોકર મારતાં સર્જાયો હતો.