રાજકોટ-ગોંડલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત થયો છે. સુરતનો ગઢીયા પરિવાર બગસરાના મુંજીયાસર ગામે લગ્નપ્રસંગમાં જઈ રહ્યો હતો ત્યારે અચાનક થી કારનું ટાયર ફાટતા ડિવાઈડર કુદીને કાર એસટી બસ સાથે અથડાઈ હતી. અને એક જ પરિવારના 5લોકોના કરુણ મૃત્યુ નીપજ્યા છે. તેમજ ઈજાગ્રસ્ત બે માસુમ બાળકોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
#rajkot #ACCIDENT #video #ખબરગુજરાત
રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે પર લગ્ન પ્રસંગમાં જઈ રહેલ સુરતના ગઢિયા પરિવારની કારનું ટાયર ફાટતા ડિવાઈડર કુદીને સામેથી આવી રહેલ એસટી બસમાં ઘુસી જતા એક જ પરિવારના 5 લોકોના મોત, 2 ઈજાગ્રસ્ત
for more details visit our website https://t.co/jxHjz1fmvq pic.twitter.com/H0PH5zejbi
— Khabar Gujarat (@khabargujarat) November 23, 2021
રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે પર ભોજપરા અને બિલિયાળા વચ્ચે લગ્ન પ્રસંગમાં જઈ રહેલ સુરતના ગઢિયા પરિવારને ભયંકર અકસ્માત નડ્યો હતો. લગ્નપ્રસંગમાં જઈ રહેલ એક જ પરિવારના 5 સભ્યો અશ્વિનભાઇ ગોવિંદભાઈ ગઢીયા, સોનલબેન અશ્વિનભાઈ ગઢીયા, ધર્મિલભાઇ અશ્વિનભાઇ ગઢીયા, શારદાબેન ગોવિંદભાઇ ગઢીયા તથા અન્ય એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. તેમજ એક 7 વર્ષની દીકરી અને 11 વર્ષના એક દીકરાને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ હોસ્પિટલે ખસેડાયા છે.
અકસ્માત એટલો ભયાવહ હતો કે GJ-05-CQ-4239 નંબરની કારનું અચાનક ટાયર ફાટતા ફંગોળાઈને ડિવાઈડર કૂદી ગઈ હતી અને રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી. ત્યારે સામેથી આવતી એસટી બસ સાથે ધડાકાભેર અથડાતા કારની ઉપરનો આખો ભાગ જ ઊખડી ગયો હતો અને મૃતક લોકો કારમાં દબાઈ જતા લોહીલુહાણ થઇ ગયા હતા. આ ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. GJ-18-Z-4178 નંબરની એસટી બસના આગળના ભાગે નુકશાન થયું છે