જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના મચ્છુ બેરાજા ગામે પોતાની વાડીએ પિતા-પુત્રના ઇલેક્ટ્રિક તાર થી શોર્ટ લાગતા પિતા પુત્રના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજયા છે.
આ અંગેની વિગત મુજબ નીરવ પ્રકાસભાઈ પરમાર નામનો યુવક પોતાની વાડીએ મોટર બંધ કરવા જતો હતો ત્યારે ઇલેક્ટ્રિક તાર તૂટી તેની પર પડ્યો હતો. જીવંત વીજ તાર માથે પડતા બાળકને જોરદાર શોક લાગ્યો હતો. જેને લઈને નજીકમાં જ કામ કરતા તેના પિતા પ્રકાસભાઈ ભવાનભાઈ પરમાર (ઉ.વ. ૩૦) તેને બચાવવા દોડી ગયા હતા. જેમાં તેઓ પણ વીજ શોકનો ભોગ બની ગયા હતા. જીવંત વીજ પ્રવાહમાં સપડાયેલ પુત્રનો પિતા બચાવ ન કરી શક્યા અને બંનેના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજયા હતા. આ બનાવના પગલે નાના એવા ગામમાં શોકનું મોજું પ્રસરી ગયું હતું.


