જામનગરમાં જૈન સમાજની દિકરી આવતીકાલે સંસાર છોડીને દિક્ષા અંગીકાર કરશે. શહેરના પોપટ ધારશી પેઢીવાળા સંમેતશિખરજી દેરાસરમાં બિરાજતા મહારાજ સાહેબોની નિશ્રામાં દિક્ષા અંગીકાર કરવામાં આવશે. જે દિક્ષા પહેલાની તમામ વિધિઓ આજે યોજાઇ છે.
શહેરમાં રહેતાં અને મુળ શિહોરના ઋષભભાઇ શાહના શિક્ષિત પુત્રી કુમારી હેત્વીબેન જે વર્ષોથી જામનગરમાં વસવાટ કરે છે. તેણે પ.પૂ. આચાર્ય વિજય મનમોહનસુરિજી મ.સા., પ.પૂ. આચાર્ય વિજય હેમપ્રભસુરિજી મ.સા., પૂ.આચાર્ય પૂર્ણચન્દ્રસાગરસુરિજી મ.સા., પર્યાયવૃધ્ધમુનિ દિપરત્નસાગરજી મ.સા.ની નિશ્રામાં આવતીકાલે દિક્ષા યોજાશે. જે દિક્ષા પૂર્વે આજે સવારે 8 કલાકે શહેરના પેલેસ દેરાસરથી હોસ્પિટલ રોડ, ઇન્દિરા ગાંધી ચોકડી માર્ગથી લાલબંગલા માર્ગ પર પોપટ ધારશી દેરાસરે વરસીદાનનો વરઘોડો પૂર્ણ થયો હતો. જેમાં સાધુ-સાધ્વી મહારાજ સાહેબો તથા જૈન સંઘના ભાઇઓ, બહેનો, બાળકો સમસ્ત હાજર રહ્યાં હતાં. ઉપરાંત બપોરે 2 કલાકે કેશર છાંટણા, વસ્ત્ર-છાબ ભરવાની વિધિ યોજાઇ હતી. સાંજે ઉપરાંત આજે સાંજે 8 કલાકે વિદાય સમારંભમાં વિધિ શેઠ પોપટ ધારશી બોર્ડીંગ દેરાસરના સંકુલમાં યોજાશે.
આવતીકાલ તા. 21ને રવિવારે સવારે 8 કલાકે દિક્ષાવિધિ પ્રારંભ થશે. જેમાં સંગીત-સ્વર ઇશાંતભાઇ દોશી-મુંબઇવાળા આપશે. દિક્ષાવિધિ પોપટ ધારશી સંકુલમાં સાધુ-સાધ્વી મહારાજોની નિશ્રામાં તથા જૈન સંઘના શ્રેષ્ઠીઓ, ભાઇઓ, બહેનોની હાજરીમાં યોજાશે.