Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં નીલગાય (રોજડું) દેખાતા લોકોમાં કુતૂહલ

જામનગર શહેરમાં નીલગાય (રોજડું) દેખાતા લોકોમાં કુતૂહલ

જાગૃત નાગરિક દ્વારા ફોરેસ્ટને જાણ કરાતા નીલ ગાયને જંગલ વિસ્તારમાં મોકલી દેવાઇ

- Advertisement -

જામનગરમાં શહેરી વિસ્તારમાં ગઇકાલે રાત્રે એકાએક નીલગાય (રોજડું ) દેખાતાં લોકોમાં કુતૂહલ છવાયું હતું અને કેટલાક વાહનચાલકોમાં પણ તેની દોડાદોડીને લઈને અફડા-તફડી મચી ગઇ હતી. આ અંગે જાગૃત નાગરિક દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરાતાં નીલ ગાયને જંગલ વિસ્તારમાં મોકલી આપી હતી. આ અંગેની વિગત મુજબ જામનગરના જોગર્સ પાર્ક સહિતના આસપાસના વિસ્તારમાં ગઇકાલે સાંજે આઠેક વાગ્યાના અરસામાં એક નીલગાય જોવા મળી હતી. એકાએક શહેરી વિસ્તારમાં નીલગાય (રોજડા)ને જોઇને લોકોમાં કુતૂહલ પ્રસર્યું હતું. નવા પ્રાણી ને જોઈને આસપાસના વિસ્તારના કૂતરાઓ પણ ભસવા લાગ્યા હતા. જેથી નિલ ગાયએ પણ દોડાદોડી કરી હતી.જેને લઇને કેટલાક વાહન ચાલકોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

- Advertisement -

આ બનાવ સમયે ત્યાંથી પસાર થઇ રહેલા યુવા બ્રહ્મ અગ્રણી ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ વાળા નિખિલભાઇ ભટ્ટનું તેના પર ધ્યાન પડતા તેણે સૌ પ્રથમ શહેરી વિસ્તારમાં ફરી રહેલા નીલગાય રોજડા નો પોતાના મોબાઈલ ફોનમાં વીડિયો બનાવ્યો હતો, ત્યાર પછી ફોરેસ્ટ વિભાગને જાણકારી આપી હતી. જેથી ફોરેસ્ટ શાખાની ટુકડી ઘટનાસ્થળે દોડી ગઇ હતી, અને એકાદ કલાકની જહેમત પછી નીલ ગાય ને પકડીને જંગલ વિસ્તારમાં છોડી દીધી હતી.જેથી નાગરિકોએ હાશકારો અનુભવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular