જામનગર ખાતે ગુરુદ્વારે ગુરુસિંઘ સભામાં ગુરુનાનકજીની 552મી જન્મ જયંતિ ધામધૂમથી મનાવા આવી રહી છે. ગુરુદ્વારા ખાતે થી પ્રભાત ફેરી શોભા યાત્રા પછી 17 નવેમ્બરથી અખંડ પાઠ સાહેબનો આરંભ કરવામાં આવ્યો હતો. જે 19 નવેમ્બર ના દિવસે સંપત્તિ અખંડ પાઠજીની કરવા આવી હતી. તે પછી શબ્દકીર્તન તે પછી ગુરુ કે લંગર મહાપ્રસાદનું પણ આયોજન કરવા આવ્યુ હતું. જેમાં મોટી સંખ્યા માં ભાઈ બેહનો જોડાયા હતા.
ગુરુનાનકદેવજીના જન્મ અવતાર માતા તૃપ્તાજી અને પિતા મેહતા કાલૂજીના ઘરે નાનકાણા સાહેબમાં થયો હતો જે હાલ પાકિસ્તાનમાં છે, શીખ ધર્મના પહેલા ગુરુ ગુરુનાનદેવજી હતા. તેમના તન સિદ્ધાંતો હતા નામ જપો, કિરત કરો અને વંડ છકો, અર્થ થાત હંમેશા ભગવાન ને યાદ કરો, મહેનત કરો અને એક બીજા મળીને સંપીને લોકોની સેવા કરો, અમને આખી દુનિયાનું ભમણ પણ કયુર્ં હતું. છેલ્લે તે કરતારપુરમાં અંતિમ સમય રહ્યા હતા ત્યાં તે દેવલોક ગયા હતા.
આજે આખો વિશ્વ ગુરુનાનક દેવજીની 552મી જન્મ જયંતિ ઉજવી રહ્યાં છે. ત્યારે જામનગરના ગુરુદ્વારમાં પણ સપ્તાહમાં અલગ અલગ કાર્યકર્મો યોજાયા હતા. 17 નવેમ્બરે થી સવારે 10 વાગે અખંડ પાઠ સાહેબ આરંભ કરવા આવ્યા હતા .જે આજરોજ 10.30વાગ્યે અખંડ પાઠજીની સમાપ્તિ કરવા આવી હતી. તે પછી શબ્દ કીર્તન, ત્યારબાદ ગુરુકા લંગર પ્રસાદીનું આયોજન કરવા આવ્યુ હતું. જેમાં શીખ સમાજ અને સિંધી સમાજ લોકો ભાગ લીધો હતો.