ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ T20 મેચોની શ્રેણીની પ્રથમ મેચ બુધવારે જયપુરમાં રમાઈ હતી. ભારતે આ મેચમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું. પરંતુ મેચ દરમિયાન ડગ આઉટમાં બેઠેલ ભારતની ટીમનો એક વીડિયો સામે આવ્યો છે જે હાલ ચર્ચામાં છે. આ વીડિયોમાં રોહિત શર્મા મોહમ્મદ સિરાજને ટપલી મારતો જોવા મળ્યો.
આ વીડિયોને જોતા જ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થવા લાગ્યો હતો. યુઝર્સ આ વિડીઓ જોઈને ગુસ્સે થઈ ગયા અને રોહિત અને વિરાટની સરખામણી કરવા લાગ્યા.
https://twitter.com/khabargujarat/status/1461311551474835458
વાસ્તવમાં આ વીડિયો મેચ દરમિયાનનો છે જેમાં ડગઆઉટમાં મસ્તી ચાલી રહી હતી. મજાકમાં, સિરાજની પાછળ બેઠેલા રોહિત શર્માએ તેને ટપલી મારી. આ પછી કેએલ રાહુલ, રોહિત અને સિરાજ પણ હસતા જોવા મળ્યા હતા.