જામનગર તાલુકાના અલિયા ખાતે આજરોજ પ્રભારી સચિવ નલીન ઉપાધ્યાયએ કોરોના પ્રતિરોધક રસીકરણની કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ લોકોને રસી લેવા પ્રેરિત કર્યા હતા.
સૌને રસી, મફતમાં રસીની નેમ સાથે રાજ્ય સરકાર વિવિધ વિસ્તારોમાં કોરોના પ્રતિરોધક રસીના બીજા ડોઝ માટે અને કોઈપણ કારણસર બાકી રહી ગયેલ પ્રથમ ડોઝ માટેના લાયકાત ધરાવતા લોકોને રસીકરણ ઝુંબેશમાં જોડી સુરક્ષિત કરવા માટે હાલ એક્શન મોડમાં ઝુંબેશ ચલાવી રહી છે. ત્યારે જામનગરના અલિયા ગામ ખાતે લોકોને વેક્સિનેશન પૂર્ણ કરી સ્વયંને અને પરિવારને સુરક્ષિત રાખવા માટે રસી લેવા પ્રભારી સચિવ નલિન ઉપાધ્યાય, કલેકટર સૌરભ પારઘી અને જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ દ્વારા સમજૂત કરવામાં આવ્યા હતા અને સમજુત થયેલ લાયકાત ધરાવતા લોકોને આરોગ્યની ટીમ દ્વારા તેમના ઘરે જઈને રસીનો ડોઝ આપવામાં આવ્યો હતો. આમ કોરોનામુક્ત જામનગરની નેમ સાથે અધિકારીઓ દ્વારા માઈક્રો પ્લાનિંગ અને સતત દેખરેખ થકી રસીકરણ ઝૂંબેશ પૂરજોશમાં ચલાવાઈ રહી છે.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા પણ આ ઝુંબેશમાં જોડાયા હતા