ગત તા.6-2-2018ના રોજ સવારે મોજે વડોદ તા.રૂપારેલ સીમ નેશનલ હાઇ-વે 48 અમદાવાદથી વડોદરા જવાના રોડ ઉપર સુધીર જીતેન્દ્રભાઇ સખીયા નામનો યુવાન પટેલ ટ્રાવેલ્સની લકઝરી બસ નંબર જીજે-14-વી-5588માં પેસેન્જર તરીકે જામનગરથી સુરત જતા હતા ત્યારે આ લકઝરી બસનો અકસ્માત થતા સુધીરનું મૃત્યુ થયું હતું. ગુજરનાર સુધીરના વારસદારો પિતા જીતેન્દ્રભાઇ ગોરધનભાઇ સખીયા વગેરે દ્વારા જામનગર મોટર એકશીડન્ટ કલેઇમ ટ્રીબ્યુનલ સમક્ષ વળતર અરજી દાખલ કરી હતી. જે કેશ જામનગર મોટર એકશીડન્ટ કલેઇમ ટ્રીબ્યુનલ મેઇન જજ મુલચંદ ત્યાગીની અદાલતમાં ચાલી જતા અદાલત દ્વારા મૃતક સુધીરના વારસદારોને રૂા.23,01,000 અરજીની તારીખથી 9 ટકા ચઢત વ્યાજ સાથે ચુકવી આપવા વીમા કંપની નેશનલ ઇન્સ્યુરન્સ કાું.ને હુકમ કરેલ છે.
મૃતકના વારસો તરફે યુવા ધારાશાસ્ત્રી યોગેશ સી. હસોડા પટેલ રોકાયા હતા.