યુગાન્ડા સિરિયલ બ્લાસ્ટથી હચમચી ઉઠ્યું છે. યુગાન્ડાની રાજધાની કંપાલામાં સંસદ ભવન પાસે થયેલા વિસ્ફોટમાં બે લોકોના મોત થયા છે. ભારતીય પેરા બેડમિન્ટન ટીમ બ્લાસ્ટના સ્થળથી માત્ર 100 મીટરના અંતરે એક હોટેલમાં રોકાઈ હતી. જો કે આ બ્લાસ્ટમાં ભારતીય ટીમને કોઈ નુકસાન થયું નથી.
ભારતીય પેરા બેડમિન્ટન ટીમ પેરા બેડમિન્ટન ઈન્ટરનેશનલ-2021માં ભાગ લેવા માટે થોડા દિવસો પહેલા યુગાન્ડા પહોંચી છે. આ ટીમમાં ટોક્યો પેરાલિમ્પિક્સ-2021માં મેડલ વિજેતા પ્રમોદ ભગત, મનોજ સરકાર અને અન્ય ખેલાડીઓ સામેલ છે.
https://twitter.com/parabadmintonIN/status/1460548032882171908
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આમાંથી એક વિસ્ફોટ પોલીસ સ્ટેશન નજીક થયો હતો અને બીજો વિસ્ફોટ સંસદ ભવન પાસે થયો હતો. તેમના મતે સંસદ નજીક બ્લાસ્ટ એક બિલ્ડિંગને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો જેમાં વીમા કંપનીની ઓફિસ છે. વિસ્ફોટના કારણે ત્યાં પાર્ક કરેલા વાહનોમાં આગ લાગી ગઈ હતી. રાષ્ટ્રીય પ્રસારણકર્તા UBC અનુસાર, કેટલાક સાંસદો નજીકના સંસદ ભવન સંકુલ ખાલી કરતા જોવા મળ્યા હતા. 23 ઓક્ટોબરે પણ કમ્પાલાની એક રેસ્ટોરન્ટમાં થયેલા વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું હતું