અયોધ્યા ઉપર પુસ્તક લખવામાં આવ્યા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદનો વિરોધ થઇ રહ્યો છે. એવામાં તેમના ઘર ઉપર પથ્થરમારો અને આગજની ની ઘટના સામે આવી છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદ નૈનિતાલ સ્થિત નિવાસ સ્થાને પથ્થર મારો થયો છે. આ ઘટનાની માહિતી કોંગ્રેસ નેતાના ફેસબુક પેજ ઉપર જાહેર કરવામાં આવી છે. પૂર્વ વિદેશ મંત્રી અને કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદ તેમનું પુસ્તક ‘સનરાઇઝ ઓવર અયોધ્યા’ ને લઇ વિવાદમાં છે. તેમણે તેમના પુસ્તકમાં હિન્દુત્વની તુલના આતંકી સંગઠન આઇએસઆઇએસ અને બોકો હરામ સાથે કરી છે અને હિન્દુત્વની રાજનીતિને ખતરનાખ દર્શાવી છે. તેમણે ફેસબુક ઉપર પથ્થરમારાની ઘટના ફોટા અને વીડિયો શેર કરતાં લખ્યું છે કે, ‘કયાં મે અભી ભી ગલત હું? કયાં યે હિન્દુત્વ હો સકતા હૈ?’.