ગુજરાતમાં વધી રહેલા કોરોનાને લઈને તંત્ર એલર્ટ બન્યું છે. ગુજરાતમાં કોવિડ-19નો રોગચાળો વકર્યો તી આગામી બે- ત્રણ દિવસમાં જ મહાનગરોમાં રાત્રિ કરફયું સહત અપાયેલી છુટછાટો પાછી ખેંચવાને લઈને જલ્દો જ નિણંય લેવાય તેવી શક્યતા છે. આ સાથે જ પ્રાઈમરી શાળાઓ માટે પણ નિણય લેવાય તેવી શક્યતા છે. ધોરણ 1થી ક માટેની સ્કલો શરૂ કરવા માટેની હાલ કોઈ જ ઉતાવળ નથી, એમ આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિંવ- 0એ5 મનોજ અગ્રવાલે શુક્રવારે જણાવ્યુ હતું.
દિવાળીમાં મળેલી છૂટછાટ બાદ રાજ્યમાં કોરોનાના કેસમાં મોટો વધારો જોવા મળ્યો છે. તેના કારણમાં રજાઓમાં ગુજરાત બહાર ફરીને આવી રહેલા નાગરિકો ચેપગ્રસ્ત થઈ રહ્યા હોવાની માહિતિ પણ સામે આવી છે. શુક્રવારે ચીફ સેક્રેટરી પંક્જ કુમારે શુક્રવારે કલેકટરો અને મ્યુ. કમિશનર સાથે વિડીયો કોન્કરન્સ યોજીને સમિક્ષા કરી હતી. આ બેઠકમાં સંભવિત થડ વેવ સામે એલર્ટ રહેવાની સૂચના પણ આપી દેવામાં આવી છે.
રાજયમાં વધતાં કોરોના કેસને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગના એસીએસ મનોજ અગ્રવાલે કહ્યું કે, ગઇકાલે 40 કેસ નોંધાયા હતા. તે પૂર્વે બુધવારે 42 કેસ મળ્યા હતા. વધતી સંખ્યાને કારણે શહેરોમાં વિવિધ જગ્યાઓએ ડોમ ઉભા કરીને આરટીપીસીઆર સહિતના ટેસ્ટિંગ વધારવા કહેવાયું છે.
રાજયમાં કોરોના વકરતાં પાછી ખેંચાઇ શકે છે છૂટછાટ
ત્રીજી લહેર સામે રાજયનું તંત્ર એલર્ટ : રાત્રિ કફર્યું અને શાળા ખોલવા અંગે ફેર વિચારણા : ટેસ્ટીંગ વધારવા અપાયા આદેશ