Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારજામનગર તાલુકાના મુંગણીમાં બે યુવાનો ઉપર ત્રણ શખ્સો દ્વારા હુમલો

જામનગર તાલુકાના મુંગણીમાં બે યુવાનો ઉપર ત્રણ શખ્સો દ્વારા હુમલો

પોલીસને બાતમી આપવાનો ખાર રાખી લાકડી વડે માર માર્યો : બાઇકમાં તોડ ફોડ કરી : ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

જામનગર તાલુકાના સિકકાથી મુંગણી તરફ જવાના માર્ગમાં પોલીસને બાતમી આપવાનો ખાર રાખી બે યુવકો ઉપર ત્રણ શખ્સોએ લાકડી વડે મારમારી એકસેસ બાઇકમાં તોડ ફોડ કરી નુકસાન કર્યાનના બનાવમાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના સિકકાથી મુંગણી તરફ જવાના માર્ગમાં મુંગણી ગામના પાટીયા પાસે અકરમ આમદ સંઘાર નામના યુવાનને બોલાવી અને અકરમ પોલીસને બાતમી આપતો હોય જેનો ખાર રાખી ક્રિપાલસિંહ, સુખદેવસિંહ કંચવા અને અજાણ્યા સહિતના ત્રણ શખ્સોએ અકરમ અને તેની સાથે આવેલા શાકિબ રઝાક નામના બંન્ને યુવાનો ઉપર લાકડી વડે હુમલો કર્યો હતો અને અકરમના એકસેસ બાઇકમાં લાઇટ તોડી નાખી અને મોબાઇલની ડિસપ્લે પણ તોડી નાખી નુકસાન કર્યું હતું. આ હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જયાં બનાવની જાણ થતા હેકો.સી.ડી.ગાંભવા તથા સ્ટાફે અકરમના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular