જામનગર તાલુકાના દરેડ ગામમાંથી તીનપતીનો જુગાર રમતાં 6 શખ્સોનો પોલીસે રેઇડ દરમ્યાન રૂા.17,210ના રોકડ અને ગજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના દરેડ ગામમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં અખીલેશ કેશરીલાલ જાટવ, રાજુ કરંજુ પ્રજાપતી, બ્રીજેશ રતીરામ જાટવ, પ્રશાંત દશરતભાઇ જાટવ, હરનામ બાબુજી જાટવ, રામસ્વરૂપ રામલાલ જાટવ સહિતના છ શખ્સોને પોલીસે રેઇડ દરમ્યાન 17,210ની રોકડ રકમ અને ગજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.