Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયકલાઇમેટ ચેન્જની સૌથી ઘેરી અસરો ખેડૂતો પર : પ્રધાનમંત્રી મોદી

કલાઇમેટ ચેન્જની સૌથી ઘેરી અસરો ખેડૂતો પર : પ્રધાનમંત્રી મોદી

સ્કોટલેન્ડમાં આંતરરાષ્ટ્રીય જળવાયુ શિખર સંમેલનમાં સંબોધન

- Advertisement -

રોમમાં જી-20 શિખર સંમેલનમાં ભાગ લીધા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે પોતાની વિદેશ યાત્રાનાં બીજા પડાવ એટલે કે સ્કોટલેન્ડમાં ગ્લાસગો પહોંચી ગયા હતાં. અહી કોપ-26 આંતરરાષ્ટ્રીય જળવાયુ શિખર સંમેલનની શરૂઆત થઈ હતી. આ સંમેલનનાં આરંભે બ્રિટનનાં વડાપ્રધાન બોરિસ જોનસને ક્લાઈમેટ ચેન્જને મોટો પડકાર ગણાવતા કહ્યું હતં કે, ધરતી અત્યારે કયામતનાં દિન સાથે બંધાયેલી છે. વડાપ્રધાન મોદીએ પોતાનાં સંબોધનમાં કહ્યું હતું કે, વિકાસશીલ દેશો જળવાયુ પરિવર્તનથી સૌથી વધુ પ્રભાવિત બનેલા છે. જેની સૌથી ઘેરી અસર કિસાનોને થાય છે. આ સંજોગોમાં પછાત દેશોને વૈશ્વિક મદદ મળવી જોઈએ. મોદીએ આગળ કહ્યું હતું કે, ક્લાઈમેટ ચેન્જને શાળાઓમાં અભ્યાસક્રમમાં સામેલ વિષય બનાવવો જોઈએ.

જ્યારે સંયુક્તરાષ્ટ્રનાં મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું હતું કે, પ્રકૃતિ સાથે થયેલી છેડછાડ અને ખિલવાડ અત્યારથી જ અટકાવી દેવો પડશે. અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાઈડન અને પ્રિન્સ ચાલ્ર્સ પણ અહીં આ સંમેલનમાં હાજર રહ્યા હતાં. સંમેલનનાં ઉપક્રમે મોદીએ બ્રિટન અને ઈટાલીનાં પોતાનાં સમકક્ષ નેતાઓ સાથે મુલાકાત પણ કરી હતી.

જોનસને સમારોહનાં આરંભે કહ્યું હતું કે, ધરતીની સ્થિતિ અત્યારે કાલ્પનિક ચરિત્ર જેમ્સ બોન્ડ જેવી થઈ ગઈ છે. જે અત્યારે સમગ્ર ગ્રહને તબાહ કરી શકે તેવા બોમ્બને વિફળ બનાવવાની કોશિશ કરે છે. તો સંયુક્તરાષ્ટ્રનાં એન્ટોનિયો ગુટેરેસે સંમેલનને સંબોધતા કહ્યું હતું કે, પેરિસ જળવાયુ સમજૂતી બાદ છ વર્ષ સૌથી ગરમ રહ્યા છે. અશ્મિ ઈંધણ ઉપર આપણી નિર્ભરતા માનવતાને હાસિયામાં ધકેલે છે. પ્રકૃતિ સાથે શૌચાલય જેવો વ્યવહાર હવે બહુ થઈ ગયો છે. આપણે જ આપણી કબર ખોદી રહ્યા છીએ. હજી પણ આપણી પાસે જાગવાનો અને સાચી રાહ પકડવાનો સમય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular