જામનગર શહેરના ભીમવાસ શેરી નં.2માં સિકકા ઉછાડી કાટ-છાપનો જુગાર રમતાં ત્રણ શખ્સોની પોલીસે રેઇડ દરમ્યાન રૂા.10,103ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર દરોડાની વિગત મુજબ જામનગર શહેરમાં ભીમવાસ શેરી નં.2માં જાહેરમાં ચલણી સિકકા ઉછાણી કાટ-છાપનો જુગાર રમતાં સ્થળ પરથી પોલીસે રેઇડ દરમ્યાન દિનેશ ભરત પરમાર, મણીલાલ ઉર્ફે કનો મનજી વાધેલા, બાલકુષ્ણ ઉર્ફે બાલુ મોહન નામના ત્રણ શખ્સોને રૂા.10,103ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.