રશિયા, બ્રિટન સહિત વિશ્વના અનેક દેશોમાં કોવિડ-19ની થર્ડ- ફોર્થ વેવ ચાલી રહ્યા છે. ઘણા દેશોમાં તેની પાછળ કોરોના વાઈરસનો નવો વેરિયન્ટ ડેલ્ટા પ્લસ અઢ.4.2 જવાબદાર હોવાનું કહેવાય છે. ભારતના 6 રાજ્યોમાંથી આ નવા વેરિયન્ટના કુલ 17 કેસ મળ્યાનું જાહેર થયુ છે. આ સ્થિતિમાં ગુજરાતમાં પણ વિદેશી આવનારા તમામ પ્રવાસીઓનું એરપોર્ટ ઉપર ફરજિયાત સેમ્પલ લેવા રાજ્યના આરોગ્ય કમિશનરેટે આદેશ કર્યો છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોવિડ-19ના દૈનિક કેસોની સંખ્યા વધી રહી છે. પરંતુ, હજી સુધી નવો વેરિયન્ટ ડેલ્ટા પ્લસ અઢ.4.2નો એક પણ કેસ મળ્યો નથી. પાડોશમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે નાગરીકોને સતર્ક રહેવા સુચના આપી છે. ત્યારે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં નવો વેરિયન્ટ ડેલ્ટા પ્લસ નો એક કેસ મળ્યાનુ સત્તાવારપણે જાહેર થયુ છે. કોરોનાનો નવો વેરિયન્ટ ખુબ જ ઝડપથી ફેલાતો વાઈરસ છે. થોડી પણ બેકાળજી સેક્ધડ વેવ જેવી સ્થિતિ સર્જી શકે છે. આથી, રાજ્યના આરોગ્ય કમિશનરેટે અમદાવાદ, વડોદરા અને સુરત ઈન્ટર નેશનલ એરપોર્ટ તેમજ દરિયાઈ
પોર્ટ ઉપર વિદેશથી આવતા તમામ વ્યક્તિઓના ફરજિયાત સેમ્પલ લેવાનું શરૂ કર્યુ છે. આરોગ્ય સચિવ જયપ્રકાશ શિવહરેને પુછતા તેમણે વિદેશી ઉતારૂઓના સેમ્પલ લઈને જીનોમ સિકવન્સ માટે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં પ્રાયોરિટીમાં ટેસ્ટિંગ થાય છે.
ગુજરાતમાં નવા વેરિયન્ટનો એક પણ કેસ નથી એમ કહ્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે, એરપોર્ટ પર વિદેશ યાત્રા કરીને આવતા હજારો પ્રવાસીઓના સેમ્પલ લેવાય છે. જેમાંથી ગાઈડલાઈન મુજબ વાઈરલ લોડ ઓછો હોય તે સિવાયના સેમ્પલનું જિનોમ સ્કિવન્સ થાય છે. બેંગ્લારૂમાં ડેલ્ટા પ્લસ નો વધુ એક કેસ મળતા કર્ણાટકના આરોગ્ય કમિશનેટે પોતાના રાજ્યમાં બુધવારે એલર્ટ જાહેર કર્યુ છે. દેશમા અત્યાર સુધીમાં આ નવા વેરિયન્ટના 17 કેસ પૈકી સૌથી વધુ કેસ 7 કેસ આંધ્રપ્રદેશમાં મળ્યા છે. બીજાક્રમે સૌથી વધુ કેરળમાં ચાર કેસ નવા વેરિયન્ટના મળ્યા છે. કર્ણાટકમાં અત્યાર સુધીમાં બે કેસ હોવાનું જાહેર થયુ છે.