પેટ્રોલ ડીઝલના વધી રહેલા ભાવના લીધે લોકો સીએનજી તરફ વળી રહ્યા છે. પરંતુ સીએનજી વાહન ચલાવતી વખતે કાળજી રાખવી ખુબ જરૂરી છે. નહિતર તમારો જીવ પણ જઇ શકે છે. ભરૂચના નર્મદા ચોકડી નજીક : CNG પંપ પર ગેસ રીફીલીંગ વખતે કારમાં બ્લાસ્ટ થતા કારનો ભુક્કો બોલી ગયો હતો. જેનો વિડીઓ પણ સામે આવ્યો છે.
નર્મદા ચોકડી નજીક કારમાં બ્લાસ્ટ થતાં કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા. CNG પંપ પર ગેસ રિફીલિંગ દરમ્યાન કારમાં ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. જેને કારણે અફરા-તફરી મચી ગઈ હતી. જોકે, સીએનજી પુરાવતા પહેલા કાર ચાલકને નીચે ઉતારી દીધા હોવાથી તેમનો જીવ બચી ગયો હતો. જેને કાણે કોઈ જાનહાની થઈ નથી.