જમ્મુ-કાશ્મીરના ડોડામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. થાથરીથી ડોડા જઈ રહેલી મીની બસ ખીણમાં પડી જતાં આઠ લોકોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા છે. ઘટનાસ્થળે રાહત કાર્ય ચાલી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે માહિતી આપી હતી કે જમ્મુ-કાશ્મીરના ડોડામાં થથરી પાસે એક માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે. ઘાયલોને જીએમસી ડોડા લઈ જવામાં આવી રહ્યા છે. આગળ જે પણ મદદની જરૂર પડશે તે પૂરી પાડવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અકસ્માતમાં થયેલા મૃત્યુ મામલે દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું હતું કે પીએમએનઆરએફ તરફથી મૃતકોના પરિવારજનોને રૂ-2-2 લાખ સહાય આપવામાં આવશે,જ્યારે ઘાયલોને રૂ. 50000 ની સહાય કરવામાં આવશે.