અંકલેશ્વર એટલે ઔદ્યોગિક વસાહતનું હબ.અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત અને ઇન્ટરમિડીયેટ માટે પ્રખ્યાત છે. કલર અને ડીઝાઇનના કેમિકલની અસરથી અહીંના લોકોને ચામડીના અનેક રોગ થઇ જાય છે અને હવે તો જાનવરોની ચામડીના રંગ પણ બદલી રહ્યા છે. તાજેતરમાં જ એક વિડીઓ સામે આવ્યો છે જેમાં કેમિકલની આડ અસરના પરિણામે વાનરોનું એક ટોળું વાદળી રંગનું જોવા મળ્યું. જેને જોતા પહેલી નજરે તો કુતુહલ સર્જાય તેમ છે.
ભરૂચથી 14કિમી દુર આવેલ અંકલેશ્વર એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહતો પૈકીની એક છે. અહીં કલર અને ડાઈઝના પરિણામે ચામડીના રોગોથી લઇને અનેક ગંભીર બીમારીઓ સામે આવતી હોય છે. અને હવેતો પશુ પક્ષીઓના રંગ બદલાઈ ગયા છે. અંકલેશ્વર ઓદ્યોગિક વસાહતમાં ફરતા વાનરોના ટોળાનો રંગ વાદળી થઇ ગયો છે. અહીં આસપાસની ઔદ્યોગિક પ્રવૃત્તિના કારણે વાતાવરણ પ્રદુષિત થઇ રહ્યું છે. જે ગંભીર બાબત કહી શકાય