રાજકોટ શહેરના એસ્ટ્રોન ચોક પાસેનો એક વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં ચાલુ કારમાંથી કોઈ ફટાકડા ફોડીને રોડ પર ફેંકી રહ્યું છે. કાર સવાર લોકોએ સળગતા ફટાકડા રોડ પર ફેંકતા રોડ પર જતાં અન્ય વાહનચાલકોમાં રોષ જોવા મળ્યો છે. અને અવ પ્રકારનું વર્તન લોકોના જીવ માટે જોખમી બની શકે છે.
રસ્તા પરથી પસાર થતા અન્ય વાહનચાલકે કારનો પીછો કરીને આ વીડિયો બનાવ્યો છે. જેમાં મહારાષ્ટ્ર પાસિંગની કાર દેખાઈ રહી છે. કારના નંબર MH 06 AL 1416 છે. પોલીસના ડર વગર કે લોકોના જીવની ચિંતા કર્યા વગર આ રીતે હાઈવે પર સળગતા ફટાકડા ફોડનાર લોકો વિરુધ કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી રહી છે.