ગઈકાલે રાત્રીના સમયે સુરતથી જુનાગઢ જઇ રહેલ દર્શન ટ્રાવેલ્સની સ્લીપર બસમાં એકાએક આગ ફાટી નીકળી હતી. 32 જેટલા મુસાફરો ભરેલી બસમાં ભરૂચના મુલદ ટોલ પ્લાઝા નજીક એકા એક આગ ફાટી નીકળી હતી. ડ્રાઈવરે બસ ઉભી રાખી દેતા તમામ મુસાફરો બસમાંથી ઉતરી જતા કોઈ જાન હાની થઇ ન હતી.
32 જેટલા મુસાફરોને લઇને જુનાગઢ જઈ રહેલ બસના ટાયરમાં આકસ્મિક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં ભડકે બળતા ટાયર સમગ્ર બસને ચપેટમાં લેવાનું શરૂ કરતાં મુલદ ટોલ પ્લાઝા નજીક બસને ઉભી રાખી દેવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ ટ્રાફિક પોલીસ તેમજ 3 ફાયર ટેન્ડરો હાઇવે પર ઘટના સ્થળે દોડી ગયા હતા. અને આગને કાબુમાં લીધી હતી પરંતુ બસ બળીને ખાખ થઇ ગઈ હતી.