Saturday, December 21, 2024
Homeખબર સ્પેશીયલલાખો રૂપિયાની નોકરી છોડીને શરૂ કર્યું ચા વેચવાનું, આજે કમાય છે રૂ.1.8...

લાખો રૂપિયાની નોકરી છોડીને શરૂ કર્યું ચા વેચવાનું, આજે કમાય છે રૂ.1.8 કરોડ

- Advertisement -

ઘણા લોકોને પોતાનું કંઈક નવું કરવાનું મોટું સપનું હોય છે. આ માટે તેઓ મહેનત પણ કરતા હોય છે. પણ આ પાછળ સફળતા મળવાની ટકાવારી થોડી ઓછી હોય છે. પણ દિલ્હીના રહેવાસી જગદીશ કુમારે બે વર્ષ પહેલા ચા વેચવાનું શરૂ કર્યું હતું. તેઓ ન્યૂઝીલેન્ડમાં હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા હતા. લાખો રૂપિયાની સેલેરી આવતી હતી. 15 વર્ષ સુધી આ સર્વિસ કર્યા બાદ પોતાનું કંઈક ઊભું કરી રોકડા કમાવવાનું નક્કી કર્યું હતું.

- Advertisement -
Jagdish Kumar NRI Chaiwala

પોતાના દેશ માટે કંઈક કરી છૂટવા વર્ષ 2018માં તેઓ ભારત આવ્યા હતા. જ્યાં તેમણે NRI ચા નામથી ચા વેચવાનું શરૂ કર્યું. આજે એમની પાસે કુલ 45 પ્રકારની ચા છે. જુદા જુદા હર્બ્સને મેળવીને તે ચા તૈયાર કરે છે. જેનાથી તેઓ વર્ષે 1.8 કરોડ રૂપિયાની કમાણી કરી રહ્યા છે. જગદીશે ભોપાલમાંથી ઈન્સ્ટિટ્યૂટ ઓફ હોટલ મેનેજમેન્ટથી ગ્રેજ્યુએશન કર્યું છે. ત્યાર બાદ તેઓ ન્યૂઝીલેન્ડ જતા રહ્યા હતા. જગદીશ કહે છે કે, ભારતમાં આવ્યા બાદ જે વિચાર્યું હતું એટલું સરળ ન રહ્યું. મુશ્કેલીઓ ઘણી બધી હતી. દેશના અનેક શહેરમાં ફર્યો. ફેબ્રુઆરી 2019માં નાગપુરના મિહાનમાં કોર્પોરેટ ઓફિસમાં ચા વેચવા પ્રયત્ન કર્યો. પહેલી નિરાશા ત્યાં મળી. લોકોએ જગ્યા ન આપી. ત્યાર બાદ ચા બનાવવા માટે જરૂરી સામાન ભેગો કરીને એમની ઓફિસ બહાર જ ચા વેચવાનું શરૂ કર્યું. ટેબલ પર ચા બનાવતો. આ એ જગ્યા છે જ્યાં ઓફિસમાં આવતા લોકો ઊતરતા અને થોડા સમય માટે રોકાતા હતા. અહીં 10થી 12 પ્રકારની ચાની વેરાઈટી રજૂ કરી. જે લોકોને પસંદ પડી અને લોકો આવવા લાગ્યા. થોડા દિવસમાં NRI ચા વાળાનું બેનર માર્યું. આજે મસાલા ચા, તંદુરી ચા, મિંટ ચા, ચોકલેટ ચા, મમ્મીના હાથવાળી ચા, પુરુષોવાળી ચા, પ્રેમ-ઈશ્કવાળી ચા, ઉધારીવાળી ચા જેવી અનેક ચાની વેરાઈટી વેચું છું.

હાલ અનેક લોકો આ ચાવાળાના રેગ્યુલર કસ્ટમર થયા છે. દરેક ફ્લેવરમાં અનોખો સ્વાદ આવે છે. ઘણા બધા ફ્લેવરની ચા બનાવે છે. ચા ની તમામ વેરાઈટીમાં જે મસાલા નાંખવામાં આવે છે એ તેમની સિક્રેટ રેસિપી છે. જે કોઈની સાથે તેઓ શેર કરતા નથી. આજે એની કિટલી એક કાફે જેવી બની છે. જ્યાં અનેક લોકો ચાર પીવા માટે આવે છે. એટલું જ નહીં કોર્પોરેટ કંપનીમાં મિટિંગ કે ઈવેન્ટ વખતે પણ ખાસ ઓર્ડર લઈને જુદા જુદા ફ્લેવરની ચા આપે છે. મોટી મોટી કોર્પોરેટ કંપનીઓના મોટા અધિકારીઓ પણ અહીં ચા પી ચૂક્યા છે. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular