જામનગર શહેરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાંથી રહેતાં શખ્સના મકાનમાં પોલીસે રેઇડ દરમ્યાન 52 બોટલ ઇંગ્લીશ દારૂ અને એક મોબાઇલ સાથે શખ્સને ઝડપી લઇ વધુ પુછપરછ હાથ ધરી છે.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં ખોડિયાર કોલોની પાસે આવેલી કામદાર કોલોની શેરી નં.6માં રહેતાં ગુરૂમુખદાસ ઉર્ફે મનોજ મોતીલાલ દામા નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની જાણના આધારે સીટી સી ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન તલાસી લેતાં મકાનમાંથી રૂા.26000ની કિંમતની જુદી-જુદી બ્રાન્ડની 52 નંગ દારૂની બોટલો અને રૂા.10000ની કિંમતનો એક મોબાઇલ સહિત કુલ રૂા.36,000ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પુછપરછ હાથ ધરતાં દારૂનો જથ્થો કેતન ઉર્ફે ખેતો જગદિશ ભદ્રા નામના શખ્સે સપ્લાય કર્યાનું ખુલતાં પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી