જામનગરમાં ભાનુશાળી સમાજની દિકરીઓએ પિતાને કાંધ આપી દિકરા-દિકરી એક સમાનનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડવાની સાથે પિતાને અનંતની યાત્રા કરાવી હતી. આજના સમયમાં દિકરીઓ પણ પુત્ર સમોવડી બની માતા-પિતાની સેવા કરવાની સાથે પુત્ર સમાન રીત-રિવાજો પણ નિભાવતી થઇ છે.
જેનું ઉદાહરણ આજે જામનગર શહેરમાં જોવા મળ્યું હતું. જામનગરના આસુમલ કેશવદાસ દાનવાણીનું તા. 20ના રોજ અવસાન થયું હતું. સદ્ગતની અંતિમ યાત્રામાં ભાનુશાળી સમાજની આઠ દિકરીઓએ પિતાને કાંધ આપી હતી અને પિતાને અનંતની યાત્રા કરાવી હતી. સામાન્ય રીતે પુરુષો કાંધ આપતા હોય છે. ત્યારે ભાનુશાળી સમાજની આ દિકરીઓએ પિતાને કાંધ આપી ઉનોખુ ઉદાહરણ પુરું પાડયું હતું.