જામનગર જિલ્લા જેલમાં પાન-મસાલા પહોંચાડવા માટે જેલ સહાયક વતી લાંચ લેતાં એક શખ્સને એસીબીએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરમાં જિલ્લા જેલમાં પાન-મસાલા પહોંચાડવાની સગવડ કરી આપવા માટે જામનગર જિલ્લા જેલમાં જેલ સહાયક તરીકે ફરજ બજાવતાં અશ્ર્વિનભાઇ મણીશંકર જાનીએ રૂા.5000ની લાંચની માંગણી કરી હતી. જેમાં ફરિયાદી જાગૃત નાગરિક દ્વારા આ લાંચ મામલે રાજકોટ એસીબીના મદદનીસ નિયામક એ.પી.જાડેજાને ફરિયાદ કરી હતી. ત્યારબાદ સુરેન્દ્રનગર એસીબી પીઆઇ ડી.વી.રાણા તથા સ્ટાફ દ્વારા જામનગર જિલ્લા જેલની દિવાલ પાસે જય રવરાય કૃપા માલધારી ચાની હોટલ પાસેથી જેલ સહાયક વતી લાંચ લેતાં મછાભાઇ કમાભાઇ જાદવને રંગે હાથ ઝડપી લીધાં હતાં અને આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.