જામજોધપુર તાલુકાના વસંતપુર ગામના વાડી વિસ્તારમાંથી પોલીસે તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને રૂા.11,070 ની રોકડ રકમ અનેગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જામજોધપુર ગામમાં રહેણાંક મકાનમાં મહિલા સંચાલિત જૂગારસ્થળે પોલીસે રેઈડ દરમિયાન ચાર મહિલા સહિત છ શખ્સોને રૂા.10,080 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર શહેરમાં ગોલ્ડન સીટી સામેના વિસ્તારમાંથી પોલીસે રૂા.570 ની રોકડ સાથે વર્લીબાજને ઝડપી લીધો હતો.
જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામજોધપુર તાલુકાના વસંતપુર ગામના વાડી વિસ્તારમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની મળેલી બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન ધીરજ છગન ડેડાણિયા, બાવનજી નાગજી ખાંટ, ફુલચંદ મોહન વાછાણી, ટપુ કેસુર, હરેશ ભવાન ચૌહાણ, નરેશ રામજી સોલંકી સહિતના છ શખ્સોને રૂા.11,070 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામજોધપુર ગામમાં ખાંટ પા વિસ્તારમાં રહેતી મહિલા તેના ઘરે બહારથી માણસો બોલાવી તીનપતિનો જૂગાર રમાડતા હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઇડ દરમિયાન ચાર મહિલા અને ભુટા કારા કરમુર, નવાઝ ઉર્ફે બાઠીયો સુલેમાન રાવકરડા સહિતના છ શખ્સોને રૂા.10,080 ની રોકડ રકમ ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો બનાવ, જામનગર શહેરમાં ગોલ્ડન સીટી સામેના વિસ્તારમાંથી પોલીસે રેઈડ દરમિયાન અલ્તાફ ઈસાક ગાળા નામના શખ્સને વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા રૂા.570 ની રોકડ રકમ અને વર્લીની સ્લીપ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામજોધપુરના વસંતપુર વાડી વિસ્તારમાંથી જૂગાર રમતા છ શખ્સ ઝડપાયા
જામજોધપુરમાં ચાર મહિલા સહિત છ શખ્સો રૂા.10,080 ની રોકડ રકમ સાથે ઝબ્બે : જામનગરમાંથી વર્લીબાજ ઝડપાયો